ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE







 

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો ત્યારે સાંજના સમયે તેને લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર ઢુવા ચોકડીથી આગળના ભાગમાં આવેલ બોંઝા સીરામીકમાં રહેતા ભગવાનભાઈ બાબુલાલ રાજપુત (ઉંમર ૩૦) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને કોઈ કારણોસર લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને ભગવાનભાઈ રાજપૂતને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ અમૃત અને સાગર હોસ્પિટલની વચ્ચેના ભાગમાં બે બાઈક અથડાયા હતા જેથી કરીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપર રહેતા પરેશભાઈ કાનાભાઈ સથવારા (ઉંમર ૨૫)ને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે એસટી બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મનસુખભાઈ તેજાભાઈ પરમાર (ઉંમર ૪૫) રહે. આદરણા ગામ વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News