મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપી ઝડપાયા


SHARE







મોરબીમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપી ઝડપાયા

મોરબીના પંચાસર રોડ અને રવાપર રોડ ઉપર દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવતી હતી ત્યારે કુલ મળીને દારૂની ચાર બોટલ સાથે બે આરોપીને પકડવામાં આવેલ છે તો માળિયા વનાળીયા સોસાયટી પાસેથી ૨૫૦ લિટર દેશી દારૂ ભરેલ ઇકો સાથે બે શખ્સની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે 

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામિલ પાસે આવેલ આશાપુરા શોપિંગ સેન્ટરમાં બહુચર પાન પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને માવજીભાઈ કાનાભાઈ કંઝારીયા જાતે દલવાડી (૨૫) રહે. ખેરની વાડી સનાળા રોડ સત્યમ પાનવાડી શેરી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર નવજીવન સ્કૂલની પાછળના ભાગે બગીચા પાસેથી બે બોટલ દારૂ સાથે વિપુલભાઈ નરસંગભાઇ બાલાસરા જાતે આહીર (ઉમર ૩૧) રહે. રવાપર જુના ગામ વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૭૪૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ લાઇન્સ સ્કૂલ નજીકથી પસાર થતી ઇકો કાર નં જીજે ૧૩ એઆર ૨૮૫૯ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી અઢીસો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બે લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૦૫ લાખના મુદામાલ સાથે વિશાલભાઈ મનજીભાઈ રોજાસરા જાતે કોળી (ઉમર ૨૦) રહે. ગારિડા અને પ્રવીણભાઈ મગનભાઈ રાઠોડ જાતે કોળી (૨૨) રહે. નાળિયેરી વાળાની ધરપકડ કરેલ છે અને તે શખ્સો આ દારૂનો જથ્થો કોને આપવા માટે જતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News