વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા બંને આરોપી જેલ હવાલે, હથિયાર કબ્જે લેવાયા: સરફરાજની શોધખોળ
વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો
SHARE
વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો
વાંકાનેરના રાતીદેવડી ગામે આવેલા માતાજીના મંદિર પાસે દારૂ વેચવાની ના પાડતાં વણકર પ્રોઢ અને તેના દીકર તથા ભત્રીજા ઉપર ધોકા, પાઇપ અને કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
રાતીદેવડી ગામે રહેતા અને કડિયા કામ કરતાં લાલજીભાઇ મલાભાઇ વોરા (૫૩), તેનો દીકરો દિલીપ (૨૪) અને પ્રકાશ (૨૩) તથા ભત્રીજા નરેન્દ્ર હેમરાજભાઇ વોરા (૨૨) અને હેમરાજભાઇ દાનાભાઇ વોરા (૫૨) ગામમાં હતા ત્યારે ગામમાં આવેલા માતાજીનાં મઢ પાસે મુકેશભાઇ વણકર, તેના દીકરો અનિલ, દિવ્યેશ તેમજ તેની સાથે યોગેશ તથા અજાણ્યા શખ્સ દ્વારા ધોકા, પાઇપ આબે કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો અને પાંચ વ્યક્તિને ઇજા કરવામાં આવતા તમામને વાંકાનેરમાં પ્રાથમીક સારવાર આપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લાલજીભાઇના કહેવા મુજ્બ સામેવાળા લોકો માતાજીના મઢ નજીક દારૂ વેંચતા હતા જેથી કરીને તેને દારૂ વેચવાની ના પાડતાં તે શખ્સોએ ઝઘડો કરીને હુમલો કર્યો હતો આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી આ બનાવની પોલીસે ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી