હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા બંને આરોપી જેલ હવાલે, હથિયાર કબ્જે લેવાયા: સરફરાજની શોધખોળ


SHARE











વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા બંને આરોપી જેલ હવાલે, હથિયાર કબ્જે લેવાયા: સરફરાજની શોધખોળ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક ગત શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અત્રે ઉલેખનીય છે કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસે ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા (૨૫) લક્ષ્મીપરા વાંકાનેર અને ઇમરાન ફારૂકભાઈ આરબ (૨૩) રહે, ખોજાખાના શેરી, વાંકાનેર વાળાની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજુ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના પીઆઇ વસાવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, આરોપીઓ પાસેથી છરી અને ગુપ્તી બંને હથિયાર કબ્જે કરવામાં આવેલ છે અને એક એક્ટિવા પણ કબ્જે કર્યો છે હાલમાં આ ગુનામાં સરફરાજ મકવાણાને પકડવાનો બાકી છે જેથી કરીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News