મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ


SHARE







મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના ફરિયાદી લાખાભાઈ રાધવજીભાઈ ડાંગરે પોતાના ખેતરમાં બી.ટી. કપાસ પાકનું વાવેતર કરેલ જેમાં કપાસ પાકમાં ફુગ નિયંત્રણ માટે સામાવાળા ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.પાસેથી નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરતા દવા થકી પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ તેની સામે રાજકોટ જીલ્લા તકરાર નિવારણ આયોગે ૭,૫૦,૦૦૦ તથા ૬ ટકા લેખે ચડત વ્યાજ સાથે આપવા માટે ચુકાદો આપ્યો છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા ખેડૂતે વર્ષ ૨૦૧૯ માં બી.ટી.કપાસનું વાવેતર કરેલ અને પાકના વાવેતરની ઉપજ મેળવવા સખત અવિરત મહેનત, મજુરી કરેલ હતી આ કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.ની નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરેલ હતી આ દવા તેના પ્રમાણિત પ્રમાણમાં ૩૦ એમ.એલ. થકી કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે છંટકાવ કરતા આ દવા થકી ફરિયાદીના પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ અને કપાસના છોડ લાંબા તથા બરડ થઈ ગયેલ અને ફાલફુલ સંકોચાઈ ગયેલ અને કપાસની ડાળીઓ પણ સંકોચાઈ ગયેલ હતી જેથી કંપનીને જાણ કરેલ અને નુકશાની ચુકવવા જણાવેલ હતું પરંતુ કંપનીએ નુકશાની ચુકવવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને નાયબ ખેતીવાડી નિયામક દ્વારા નુકશાનગ્રસ્ત પાક અને જગ્યાનું પંચરોજકામ કરવામાં આવેલ અને તે અંગેની નોટીસ કંપનીને આપવામાં આવેલ તેમ છતાં અમલવારી ન કરતા તે અંગેની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ મોરબી ફરિયાદ નં .૯૨/૨૦૨૧ થી દાખલ કરેલ છે.

આ કામમાં નામદાર આયોગ દ્વારા કપાસના પાકને વિપરીત અસર થઈ નુકશાન થયેલ છે તે મુદાને પ્રોડકટ ડેફીસીયન્સી તરીકે ધ્યાને લીધેલ છે તેમજ નાયબ ખેતીવાડી અધિકારી તથા પ્રિન્સીપાલ પોલીટેકનિક દ્વારા જે પંચનામું કરવામાં આવેલ છે અને પાકની સ્થિતિ તથા આડઅસર સંબંધે દર્શાવવામાં આવેલ છે તેને નામદાર આયોગે સ્વીકારેલ છે અને ફરિયાદવાળી દવા નેકટર પ્લસને ઉત્પાદીત ખામી, ક્ષતિ, ત્રુટી વાળી અને નબળી ગુણવતા વાળી હોવાનું ઠરાવીને ફરિયાદીના કપાસના પાકને વિપરીત અસર થઈ અને ઉત્પાદન પણ ઘણું ઓછું થવા પામેલ હોય આ બાબતે ફરિયાદીના એડવોકેટ દ્વારા થયેલ ધારદાર રજુઆત તથા કેસ સંબંધીત ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ વિગેરેને ધ્યાને રાખી અરજદારની ફરિયાદ વિગતે માલ ઉત્પાદકતા તથા આર્થિક નુકશાનીનો કેસ માનેલ છે અને કંપની સહિત દુકાનદાર, ડીલરને સંયુકત અને વિભકત રીતે ફરિયાદી અરજદારને ૭,૫૦,૦૦૦ અરજી દાખલ તારીખથી ૨કમ વસુલ મળતા સુધી ૬ ટકાના ચડત વ્યાજ સાથે બે માસમાં ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી લાખાભાઈ રઘાભાઈ ડાંગર વતી રાજકોટના જાણીતા વિદ્વાન યુવા ધારાશાસ્ત્રી રાજેશ યુ.પાટડીયા રોકાયેલ છે






Latest News