મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે પ્રેમ લગ્ન કરીને આવેલ યુગલ પૈકી ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત


SHARE







મોરબીના નવા સાદુળકા ગામે પ્રેમ લગ્ન કરીને આવેલ યુગલ પૈકી ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા પરપ્રાંતિય નવયુગલ પૈકી યુવતીએ દવા પી લેતા તેણીનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા સાદુળકા ગામે વિરજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા કિરમાબેન દિનેશભાઈ ધાનક (ઉમર ૨૨) કે જેણે સાતેક માસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હોય અને વતનમાંથી અહીં મોરબી કામકાજ કરી પેટીયુ રળવા માટે આવ્યા હોય તેણીઓ કપાસમાં છાંટવાની મોનોફોઝ નામની ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીનું મોત નિપજયુ હતુ.આ અંગે તાલુકા પીઆઇ ગોઢાણીયા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક કિરમાબેને સાતેક માસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હોય અને તેઓ તેમના વતનથી અહીં મોરબી કામકાજ માટે આવ્યા હતા અને હાલમાં પરિવાર દ્વારા તેઓનો સંપર્ક કરાયો હતો અને પરિવાર તેઓને લેવા માટે મોરબી આવવાનો હતો તે દરમિયાનમાં કોઈ કારણોસર કિરમાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇ ડી.વી.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેતા મનસુખભાઈ ડાયાભાઈ પરમાર નામના ૪૯ વર્ષીય આધેડને દેવળીયા ચોકડી પાસે વાહન અકસ્માત સર્જાતા અને ત્યાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તે રીતે જ મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસ વિસ્તારમાં રહેતા મોંઘીબેન નાનજીભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે શનાળા રોડ ભાંડિયાની વાડી રામજી મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવારમાં ખસેડાયા હતા અને શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો જયેશ રમેશભાઈ સોલંકી નામનો ૪૮ વર્ષનો યુવાન તેના ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં ઘર નજીક બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા જયેશભાઈને સારવારમાં લઇ જવાયા હતા.






Latest News