મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ


SHARE







વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ

વાંકાનેર શહેરના માર્કેટચોક ખાતે શાખાના ગ્રાઉન્ડમાં બિરાજમાન "માર્કેટચોક કા રાજા" ગણેશ ઉત્સવ દરમિયાન છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ ઠેર-ઠેર ગણેશ ઉત્સવો ધર્મોઉલ્લાથી ઉજવાય રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના હૃદયસમા માર્કેટચોક શાખાના ગ્રાઉન્ડ ખાતે ગણેશ ઉત્સવના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા આયોજીત "માર્કેટચોક કા રાજા"ના પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તાના સાનિધ્યમાં છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતીગળ હુડારાસ સહિત વિવિધ પ્રકારના રાસ રજૂ કરી સૌ કોઈને મત્રમુગ્ધ કરી દીધા તેમજ આ ભાતીગળ રાસ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્કેટચોક કા રાજા ગણેશ ઉત્સવમાં દરરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે  ગણેશ ઉત્સવના સાતમા દિવસે મંગળવારના રોજ રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૧૧૧૧ દીવડા દ્વારા વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવશે તેવું ગણેશ ઉત્સવ સમિતિના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા જણાવ્યું હતું






Latest News