મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા તાલુકાના સુલતાનપુર ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ


SHARE







માળીયા તાલુકાના સુલતાનપુર ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ

શાળા કક્ષાએથી લોકશાહીનો ખરો અર્થ સમજે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયામાં એક મતનું શું મૂલ્ય છે તેનાથી વાકેફ થાય તે હેતુથી માળીયા તાલુકાના સુલતાનપુરની પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા અને સામાજિક વિજ્ઞાનમાં આવતો લોકશાહીનો મુદ્દો સમજાવવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષક ચેતનકુમાર દ્વારા આ અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ખરેખરની ચૂંટણી પ્રક્રિયા જેમ જ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા તથા ચૂંટણી સ્ટાફ તરીકે વિદ્યાર્થીઓને વિવિધ કામગીરી સાથે વાકેફ કરી ઓફિસર તરીકે નિમવામાં આવ્યા હતા. આ બાળ સંસદમાં પાંચ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતો ઉડેચા ચતુર સૌથી વધારે મત મેળવી વિજેતા બન્યો હતો. લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લોકશાહીનાં ભાવિ મતદાર છે. ત્યારે તેમને શાળા કક્ષાએથી જ ચૂંટણી પ્રકિયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી બાળ સંસદ ચૂંટણી ખરેખર ઉમદા નોંધનીય છે. બાળ સંસદ ચૂંટણી યોજી વિદ્યાર્થીઓને ભારતની લોકશાહી શાસન પદ્ધતિની સમજ આપવામાં આવી હતી. આ બાળ સંસદ ચૂંટણીમાં શિક્ષક ગણ તેમજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.




Latest News