સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા


SHARE





મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રેકટરમાં બેસીને જતા ચાર લોકોને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર હીના પેટ્રોલ પંપ નજીક મોરબી-રાજકોટ બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ટ્રેક્ટરમાં બેસીને જતા પ્રકાશ ગીધુભાઈ ભીલ (૩૫), દિનેશ ઉદયસિંહ ભીલ (૩૫), લલીતાબેન નરેશભાઈ ભીલ (૨૫) અને નરેશ કૈલાશભાઈ ભીલ (૨૫) રહે.બધા ઉંદરડી માતા મંદિર જતા રસ્તે શાંતિભાઈની વાડીએ રાજા મિનરલ વોટર નજીક માળિયા-કંડલા બાયપાસ મોરબી વાળાઓને મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ સામે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના નેશનલ હાઈવે ઉપર શક્તિ ચેમ્બર નજીક રહેતા રામબહાદુર ડીક નામના ૫૫ વર્ષના આધેડને ઈશાન ચોક લોટસ કોમ્પ્લેક્સ પાસે તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શાહેરાબેન દાઉદભાઈ ચાનિયા નામના ૪૪ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી શાહેરાબેનને સારવારમાં લઈ જવા આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રહેતા મહેશ કાંતિભાઈ ભંખોડીયા નામના ૩૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે ધાંગધ્રા પાસે આવેલ જુના ઘનશ્યામગઢ ગામે રહેતો રૂત્વિક ગીરીશભાઈ પટેલ નામનો યુવાન ધાંગધ્રાના રાજપર ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત થયેલા ઋત્વિક પટેલને સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.




Latest News