સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓને વિરાંજલી કાર્યક્રમનો લાભ લેવા મંત્રીની અપીલ


SHARE





મોરબીવાસીઓને વિરાંજલી કાર્યક્રમનો લાભ લેવા મંત્રીની અપીલ

મોરબીમાં ૭મી સપ્ટેમ્બરે યોજાનાર શૌર્ય અને દેશભક્તિના વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ સાથેની આ બેઠકમાં શ્રમરોજગાર અને કૌશલ્ય વિકાસપંચાયત (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સંબંધિત વિભાગોને વિરાંજલી કાર્યક્રમ અન્વયે પૂર્વ તૈયારી ભાગરૂપે તથા કાર્યક્રમ દરમિયાન કરવાની થતી કામગીરીની રૂપરેખા આપી હતી. વધુમાં મંત્રીએ રાષ્ટ્રભાવના જગાડવાના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રને સહભાગી થવા જણાવ્યું હતું તથા જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૭મી સપ્ટેમ્બરે રામેશ્વર ફાર્મ – રવાપર ખાતે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન દેશભક્તિનો ભવ્યાતિભવ્ય અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ યોજાનાર છે. જેમા સાઈરામ દવે સહિત ૧૨૦ કલાકારો દેશભક્તિનું અનોખુ પરફોમન્સ રજુ કરશે. કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ અન્ય જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે ત્યારે મોરબીમાં આ કાર્યક્રમ જાજરમાન બને અને એક અલગ જ ઓળખ ઉભી કરે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવજિલ્લા પોલીસ અધિકારીશ્રી રાહુલ ત્રીપાઠીનિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછારજિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરામોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાજિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડીમોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા




Latest News