મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ ડખ્ખામાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાતા પટેલ, દરબાર અને ભરવાડ સમાજમાં રોષ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે ગઇકાલે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને રજુઆત કરવા માટે પહોચ્યા હતા અને સામે વાળાને પાસાની સજા કરવાની માંગ કરી હતી ત્યાર બાદ આજે સામાપક્ષેથી એટ્રોસીટીની ફરીયાદ નોંધાવવામાં આવતા ખોટી ફરીયાદ નોંધાતા કાલે સોમવારે ત્રણેય સમાજના લોકો કલેકટરને આવેદનપત્ર પાઠવવા માટે જશે

મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમા દશરથભાઈ મકાસણા, નિલરાજસિહ બનેસિહ જાડેજા, અંતિમસિહ બનેસિહ જાડેજા અને નવઘણભાઇ ધારાભાઇ ભરવાડ તેમજ સામાપક્ષે અજય ચૌહાણને ઇજા થયેલ હતી માટે તમામને સારવારમાં ખસેડાયા હતા ત્યારબાદ ગઇકાલે મોડી સાંજે પટેલ સમાજ, દરબાર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સામેવાળાએ માથાકૂટ કરી હોય તેની સામે પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ત્રણેય સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં પણ સામેવાળા દ્વારા હાલમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી ત્રણેય સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે આવતીકાલે સોમવારે પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો તેમજ રફાળેશ્વર જીઆઇડીસીના લોકો કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે જશે 






Latest News