મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે લોડરથી ગાડીમાં પથ્થર ભરતા સમયે નીચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ ખાણમાં લોડર વડે ગાડીમાં પથ્થર ભરતા હતા ત્યારે ગાડી સાફ કરતા યુવાન ઉપર પથ્થર પડવાથી પથ્થર નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રહેતો વિપુલભાઈ હમીરભાઈ ગેલડીયા નામનો ૨૫ વર્ષીય યુવાન આણંદપર ગામની સીમમાં આવેલ દશરથસિંહ ઝાલાની ખાણમાં ગાડીનું ઠાઠું સાફ કરી રહ્યો હતો ત્યારે ગાડીના ઠાઠામાં લોડર વડે પથ્થર ભરવામાં આવતા પથ્થર નીચે દબાઈ જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામે કલ્પેશભાઈ અમરશીભાઈ દુબરીયા ના ખેતરની બાજુમાં આવેલ વાડી તરફ જવાના રસ્તા ઉપર ઇલેક્ટ્રીક થાંભલા પાસે બેભાન હાલતમાં રસિકભાઈ નાનજીભાઈ તડવી જાતે આદિવાસી (ઉંમર ૪૮) મળી આવ્યા હતા અને તે મરણ ગયેલ હોય તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News