મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતની પત્નીને ગ્રાહક સુરક્ષા મંડળે ૧૦ લાખ અપાવ્યા


SHARE







મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતની પત્નીને ગ્રાહક સુરક્ષા મંડળે ૧૦ લાખ અપાવ્યા

મોરબીમાં પતિના મોત બાદ તેની પત્નીને વીમા કંપની અને ડિસ્ટ્રિક્ટર બેન્ક દ્વારા વળતર આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જેથી કરીને ગ્રાહક સુરક્ષા મંડળે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરીને હતી જ કેસ ચાલી જતાં મહિલાને ૧૦ લાખનું વળતર આપવામાં આવ્યું છે

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે કે, મોરબીના ગોરખીજડીયા ગામના રહેવાસી ખાતેદાર ખેડૂત હમીરભાઇનું અકસ્માતે મૃત્યુ થયું હતું. અને ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સ  તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટી બેંક દ્વારા તેના પરિવારજનોને વળતરમાં આપવાની થતી રકમ આપવામાં આવી ન હતી જેથી જેપુરના મંત્રી અમીતભાઇ પાસેથી જાણકારી મેળવીને તેઓએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. બેંક  વિરુદ્ધ ફરિયાદ કરી હતી જે કેસ ચાલુ જતાં મૃતક હમીરભાઇનો ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સમાં વીમો ચાલતો હતો અને મૃતકના ધર્મપત્ની દેવુબેને બેંકના સભાસદ હોય મંડળીમાંથી ધીરાણ મેળવેલ છે જેથી બે પોલીસી હોય બંને પાસેથી પાંચ-પાંચ લાખના બે દાવા કરવામાં આવ્યા હતા જેમાં ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સને મરણનારના ધર્મ પત્ની દેવુબેન કલોતરાને દશ લાખ રૂપિયા કેસ દાખલો થયો ત્યારથી નવ ટકા વ્યાજ અને દશ હજાર ખર્ચના ચુકવવાનો હુકમ કર્યો છે






Latest News