મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે મકાનમાંથી રોકડ, દાગીના મળીને ૨.૧૫ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના રવાપર રોડે મકાનમાંથી રોકડ, દાગીના મળીને ૨.૧૫ લાખના મુદામાલની ચોરી

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા યુવાનનું ઘર બંધ હતું ત્યારે તસ્કરે તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયાસોનાની બુટી અને મહિલાના કપડા સહિત કુલ મળીને ૨૧૫૫૦૦ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મહાવીર ચશ્મા ઘર નામની દુકાન ધરાવતા અને રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભોગીલાલભાઈ વોરા જન્માષ્ટમી ઉપર રજાઓ હોવાથી બહારગામ ગયા હતા જેથી કરીને તેઓનું ઘર બંધ હતું અને રવિવારે રાત્રિના એકાદ વાગ્યે તેઓ પોતાના ઘરે પરત પહોંચ્યા ત્યારે તેઓના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા જેથી કરીને તેઓએ તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર ફોન કરીને તેઓના ઘરની અંદર ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેના ઘરની અંદરથી તસ્કરો રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતુ

હાલમાં ઘરધણી સંજયભાઈ વોરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૧૯ ની સાંજના પાંચ વાગ્યાથી લઈને તા ૨૧ ના રાતના એક વાગ્યા સુધી તેનું ઘર બંધ હતું અને તેઓ સાતમ આઠમની રજા હોવાથી સુરેન્દ્રનગરમાં રહેતા તેઓના સસરાના ઘરે ગયા હતા ત્યારે બંધ ઘરને તસ્કરે નિશાન બનાવીને તેના ઘરના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓના ઘરમાં તેઓની પત્નીમાતા તેમજ સંતાનની બચતની રકમના કુલ મળીને ૧.૮૫ લાખ રૂપિયા તેમજ અંદાજે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતની સોનાની બુટીમહિલાના ૧૮ જોડી કપડા અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૧૫૫૦૦ ની કિંમતમાં મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે






Latest News