હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતુંસમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન ધ્યાનમાં રાખીને રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ  તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર ઉમિયા મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાવેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી)પોપટભાઈ કગથરાટી. ડી. પટેલરામજીભાઈ પનારા, બેચરભાઈ પટેલઘનશ્યામભાઈ ઢોલરીયાપંચાણભાઈ ભૂતજયંતિભાઈ પડસુમબીયા, જયંતીભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં અને આગેવાનોના હસ્તે દાતાઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું,






Latest News