મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ ના રોજ ૯૨ સ્થાનોએ કરવામાં આવ્યું ધ્વજવંદન


SHARE













મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ ના રોજ ૯૨ સ્થાનોએ કરવામાં આવ્યું ધ્વજવંદન

દેશની આઝાદીને આ વર્ષે ૭૪ વર્ષ પૂર્ણ થઇ ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે આ ૭૫ વર્ષના સફરમાં દેશ કેટ કેટલી ઊંચાઈઓ સુધી પોહ્ચ્યો છે. ભારત વિશ્વફલક પર જયારે આટલા ટૂંકા સમયગાળામાં પોતાની ઓળખ આપી શકતું હોઈ તો તેનો કેટલોક શ્રેય આપણે સૌ નાગરિકોને પણ જાય છે. આ સફરમાં દેશ એ સૌથી સસ્તા અંતરિક્ષ અભિયાનમાં સફળતા મેળવવી કે પછી કોરોના જેવી કપરી સ્તિથીમા પણ વસુધૈવકુંટુંમ્બક્મ” ના આપણા મંત્રને જાળવી પાડોશી દેશો ની મદદ કરવી હોઈ ડગલે ને પગલે દેશના નાગરિકોએ આ દેશની ભાવનાઓને જાળવી રાખી છે.

દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ થતા હોઈ ત્યારે ગામડે ગામડે યુવાનોવિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ દેશ ભક્તિ ની ભાવના અમર રહે અને એક ઉત્સાહ અને તહેવારનો માહોલ બને તે હેતુ થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભર માં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું તે પૈકી વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આશરે ૭,૫૦૦ જેટલા ગામડાઓ માં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યા એ પૈકી મોરબી જીલ્લા ના આશરે ૮૮ જેટલા ગામોમાં અને ૪ શહેરની સેવા વસ્તીઓમા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

મોરબી એબીવીપીના આગેવાને જણાવ્યુ છે કેસ્વરાજ ૭૫ અભિયાન થકી ગામે ગામે જઈ ધ્વજવંદન ના કાર્યક્રમ કરવા પાછળ નો મુખ્ય હેતુ રાષ્ટ્રભક્તિ ની સાથે સાથે ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બનાવવાનો અને આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેના બલિદાન થકી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવા સેનાનીઓને યાદ કરવાનો છે. આઝાદીના ૭૫ વર્ષ ને લઈને અભાવિપ દ્વારા વિવિધ પ્રકારના દેશભક્તિની ભાવના જગાડતા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરતા અને તેમના બલિદાનની વાત જન જન સુધી પોહ્ચે તેવી યાત્રાઓપ્રદર્શનીઓનુક્કડ નાટકો વગેરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.






Latest News