વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ

મોરબી સિવિલ હોસ્પિટલ જીલ્લા કક્ષાની હોસ્પિટલા છે અને ત્યાં જિલ્લાના જુદાજુદા તાલુકામાથી બાળકોની સારવાર માટે લોકો આવતા હોય છે ત્યારે આ હોસ્પીટલમાં બાળકોના ડોકટરો રજા ઉપર હોવાથી બાળકોને લઈને આવતા પરિવારજનો સારવાર માટે હેરાન પરેશાન થાય છે તે અંગેની રાજ્યના મુખ્ય મંત્રી, આરોગ્ય મંત્રી અને કલેકટરને સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવેજીગ્નેશભાઇ પંડયાજગદીશભાઇ બાંભણીયાજનક રાજાઅશોક ખરચરીયાએ મુખ્ય મંત્રીને જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કેમોરબી જીલ્લામાં કક્ષાની સિવિલ હોસ્પીટલ મોરબીમાં છે ત્યાં બાળકોના કેશ બહુ વધારો થયેલ છે તથા બાળકોમાં શરદી-ઉધરસના કેશો વધુ હોય છે ડબલ્યુ.એચ.ઓ.ના અહેવાલ મુજબ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની હોય અને અત્યારે તેની શરૂઆત થઇ ગયેલ છે તેવી સ્થિતિ ઉભી થાય ત્યારે જ સિવીલ હોસ્પિટલના ડોકટરો કે જે બાળકોના ડોકટરો છે તે લાંબી રજા ઉપર ગયેલા છે જેથી બીમાર બાળકોને સરાવાર માટે લઈને આવે છે જો કે, તેઓને રાજકોટ સારવાર માટે લઈ જવા પડે છે

મોરબી સિવિલમાં માળિયાહળવદવાંકાનેરટંકારા તથા મોરબીના ગામડામાંથી બાળકોની સારવાર માટે લોકો આવે છે ત્યારે તેના નિદાન તાત્કાલીક કરવામાં આવતા નથી અને આવા દર્દીઓને રાજકોટ મોકલવામાં આવે છે જેથી ધણી હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા ગરીબ પરિવારોને આર્થિક ભારણ પણ વધે છે અને ઇમરજન્સી બાળકોના કેસ આવે ત્યારે બાળકોના ડોકટરો હોતા જ નથી જેથી કરીને મોરબી સિવિલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે આ અંગે મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ રસ લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર મળે તેના માટે નક્કર કામ કરે તેવી માંગ કરવામાં આવી છે




Latest News