મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલ સગીર સાથે બળજબરી કરીને ગર્ભ રાખી દેનાર ઇસમની ધરપકડ


SHARE







મોરબીમાં કુદરતી હાજતે ગયેલ સગીર સાથે બળજબરી કરીને ગર્ભ રાખી દેના ઇસમની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી નદીકાંઠા તરફ કુદરતી હાજતે માટે ગઈ હતી ત્યારે બે વખત જુદા જુદા સમયે તેની સાથે બળજબરી કરવામાં આવી હતી જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો જેની પરિવારને જાણ થતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી બાદમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ કરીને મોરબી બી ડિવિઝન પીઆઇ દ્વારા દુષ્કર્મ આચારનાર ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી જ્યારે નદી કાંઠે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે તેની પાછળ જઈને બે વખત બળજબરી આચરવામાં આવતા સગીરને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો અને દુષ્કર્મ આચારનારે ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ જેથી સગીરા ચૂપ રહી હતી ત્યાર બાદ સગીરાના પરિવારને બનાવની જાણ થતાં સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા દ્વારા તપાસ ચલાવીને પીઆઇ દેકાવાડિયા દ્વારા આરોપી વિપુલ વશરામ મકવાણા જાતે કોળી (ઉમર ૨૪) રહે. વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતો ગુલામ મોઇનુદિન શેરસીયા નામનો ૩૦ વર્ષનો યુવાન વાંકાનેર તરફ જતો હતો ત્યારે રસ્તામાં સિંધાવદર ગામ પાસે તેના બાઇકને કાર ચાલકે હડફેટ લેતા જા થવાથી તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે રીતે જ મૂળ રાજસ્થાનનો ભેરુસિંગ નામનો ૫૪ વર્ષીય ડ્રાઇવર પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ ઓવરબ્રિજ નજીક તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા ભેરુસિંગને પણ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તેમજ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા આશીબેન હયાતભાઈ વડાલીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક તેને હડફેટે લેતા તેઓને પણ ઈજા તથા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News