મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોના આંટાફેરા: લોકોમાં ફફડાટ


SHARE







મોરબીમાં યદુનંદન સોસાયટીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોના આંટાફેરા: લોકોમાં ફફડાટ

મોરબી શહેરના સનાળા રોડ છાત્રાલય પાછળ આવેલ યદુનંદન પાર્ક ૧૯/૨૨ ની શેરી નં-૩ માં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો હાથમાં હથિયાર લઈને આંટાફેરા કરતા હોય છે અને ચોરી કરવાના ઇરાદે આ શખ્સો આંટાફેરા કરતા હોવા અંગેની સ્થાનિક લોકો દ્વારા અગાઉ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા વધુ એક વખત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર હોય તેમજ મોરબીમાં સિરામિક ઉદ્યોગ બંધ હોવાના કારણે ચોરીની ઘટનાઓ ન બને તે માટે ત્યાં પેટ્રોલીંગ વધારવાની લોકોએ માંગ કરી છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચોરી ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ અવારનવાર ચોરીની ઘટનાઓને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવતો હોય છે તેવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર છાત્રાલય પાછળ આવેલ યદુનંદન પાર્ક ૧૯/૨૨ ની શેરી નં-૩ માં ગત તા. ૫/૭, ૨૦/૭ અને ૨૧/૭ ના રોજ રાત્રિના સમયે હાથમાં હથિયાર લઈને તસ્કર ટોળકી આંટા મારતી હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે જે સીસીટીવી ફૂટેજ સાથે જે તે સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી

જેથી કરીને યદુનંદન સોસાયટીમાં રહેતા લોકો દ્વારા વધુ એક વખત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર હોવાથી ઘણા લોકોના ઘર બંધ હોય અથવા તો સિરામિક ઉદ્યોગ બંધ થતો હોવાથી કેટલાક લોકો પોતાના ગામડે જાય અને તેઓના ઘર બંધ હોય ત્યારે તસ્કર ટોળકી દ્વારા બંધ ઘરને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં ન આવે તે માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા યદુનંદન સોસાયટી અને આસપાસના વિસ્તાર રાત્રી પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ છે




Latest News