મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં મકાનમાંથી ૪૮ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE











વાંકાનેર શહેરમાં મકાનમાંથી ૪૮ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ

વાંકાનેર શહેરમાં આવેલ મારુતિના શોરૂમની પાછળના ભાગમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી ઘરે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં મારુતિના શોરૂમની પાછળના ભાગમાં રહેતા જુનેદભાઈ યાકુબભાઈ મિયાણાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર સીટી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુનેદના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરના ફળિયામાંથી ૪૮ બોટલ દારૂની મળી આવી હોય પોલીસે રૂા.૧૮,૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને જુનેદ મિંયાણા ઘરે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ ચક્રોગતિમાન કરેલ છે.

સગીર સારવારમાં

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ મોજીલ સીરામીક નામના યુનિટમાં ગઈકાલે સાડા આઠેક વાગ્યાના અરસામાં કામ દરમિયાન ભૂલથી એસીડીક લિકવીડ મોં માં જતા ગળા તથા છાતીના ભાગે બળતરા ઉપડતા વિજય પ્રભાતસિંહ નામના ૧૪ વર્ષીય સગીરવયના બાળકને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે મોરબી પંથકમાં ચાલતા કારખાનાઓ પૈકી અમુક યુનીટોમાં મુકાદમો નાની વયના બાળકો પાસે પણ કામકાજ કરાવતા હોય છે માટે સમયાંતરે ચેકિંગ થાય તે જરૂરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

રાજકોટની બાબરીયા કોલોનીમાં ઘનશ્યામ નિવાસમાં રહેતા પ્રકાશ રામજીભાઈ પોરીયા નામનો યુવાન ગઈકાલ તા.૨ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના ધુળકોટ-આમરણ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ધુળકોટ ગામે હાઇસ્કુલ નજીક તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News