મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ઢુવા પાસે જુગારની રેડ: ૧૨ જુગારી ૩.૧૭ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબી એલસીબીની ઢુવા પાસે જુગારની રેડ: ૧૨ જુગારી ૩.૧૭ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી જીલ્લામાં શ્રાવણ મહિના પહેલા જ શ્રવણિયો જુગાર શરૂ થઈ ગયો છે ત્યારે પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ રેડ કરવામાં આવી રહી છે અને મોરબી એલસીબીની ટીમે વાંકાનેરના ઢુવા ગામે વાડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓરડીમાં જુગાર રમતા ૧૨ જુગારી રોકડા સહિત કુલ મળીને ૩.૧૭ લાખના મુદામાલ સાથે પકડાયા હતા.

મોરબી જિલ્લા એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે એલ.સી.બી. ના રેશચંદ્ર હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગસીયાને મળેલી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા ગામે સ્મશાન સામેના ભાગે મોરીયુ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવ, માધવસિંહ ગગજીભાઇ રાઠોડ, ગીરીશભાઇ મેઘરાજભાઇ મોહીનાણી, ધીરૂભાઇ ભલાભાઇ રોજાસરા, મેહુલસિંહ પ્રતાપસિંહ રાઠોડ, મયુરભાઇ પરસોતમભાઇ ભાડજા, કુલદિપભાઇ અજીતભાઇ પરમાર, કિશનભાઇ વશરામભાઇ ચનીયારા, જાવેદભાઇ ગુલામભાઇ સિપાઇ, કુતબેઆલમ રસુલભાઇ સિપાઇ, પૃથ્વીરાજભાઇ નીતીશભાઇ ચૌહાણ અને રાજદાનભા લાલુદાન ગુઢડા, રહે. બધા ઢુવા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૨,૦૭,૦૦૦ તથા ૪ બાઇક મળીને ૩,૧૭,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો 






Latest News