મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન પોલીસે ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો


SHARE











મોરબી એ ડિવિઝન પોલીસે ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના આસીફભાઈ રાઉમા અને હિતેશભાઇ ચાવડાને મળેલ બાતમીને આધારે રાજકોટના ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર એવા મોરબીના મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણ સોલંકી (ઉમર ૨૨) રહે.પંચાસર રોડ પાસે ગીતા ઓઇલ મિલ મોરબીવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે તેને રાજકોટ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

પીતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ આશરે ૧૨ વર્ષની બાળકીને તેના પરીવારને સોંપાઇ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 'સી' ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે એક નાની છોકરી એકલી મળી આવતા તેને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા તેનું નામ સુનીબેન ઝાંઝુભાઇ તોલસિંહ મોહનીયા જાતે આદિવાસી (ઉ.વ.૧૨) રહે.હાલ બેલા (રંગપર) નોરબી પાસે આવેલ સેલ્ફી સેનેટ્રી કારખાનામાં મુળ રહે.ખજુર ખો, દુધી ખજુર ખો ગામ તા.દુધી ઉમરકોટ જી.જાંબુઆ (મધ્ય પ્રદેશ) વાળી હોવાનું જણાવેલ અને તેની પુછપરછ કરતા પોતે આશરે ચારેક દિવસ પહેલા પોતાના પિતાએ ઠપકો આપતા મનોમન લાગી આવતા કોઇ ને કહ્યા વગર ઘરેથી જતી રહેલ તેમ જણાવતી હોય તેના માતા-પિતાની તપાસ કરતા તેના માતા પિતા મોરબીના બેલા ગામે આવેલ સેનેટ્રી કારખાનામાં મજુરી કામ કરતા હોવાનું જણાવતા કારખાનાના માલીક ગૌત્તમભાઇ કેશવજીભાઇ કાલરીયા રહે.મોરબી વાળાનો સંપર્ક કરી તપાસ કરતા તેના કારખાનામાં કામ કરતા ઝાંઝુભાઇ તોલસિંગ મોહનીયા જાતે આદિવાસી (૩૨) ને બોલીવીને બાળકીને તેના પરીવારને સોંપવામાં આવી હતી.પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ 'સી' ટીમના પ્રવિણસિંહ ઝાલા, પૂનમબેન બેચરભાઇ, મોનાબેન કિરણસિંહ, પુજાબેન વિનોદભાઇએ આ  કામગીરી કરી હતી.






Latest News