મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના શક્તિપરામાં યુવાને ઘરે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના શક્તિપરામાં યુવાને ઘરે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર આવી હતી અને ત્યારબાદ મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને વાંકાનેર સિટી પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શક્તિપરા હસનપરમાં રહેતા પ્રવીણભાઈ ભલાભાઇ સોલંકી (ઉમર ૪૧) પોતાના ઘરે હતા ત્યારે તેમણે પોતાના ઘરમાં છતના હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી આ બનાવની અમિતભાઈ સોમાભાઈ દલસાણીયાએ ફોન કરીને વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી હતી.ત્યારબાદ પ્રવિણભાઇના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા કસ્તુરબેન પરસોતમભાઈ સરડવા નામના ૬૭ વર્ષીય વૃદ્ધા કોઈ કારણસર તેઓના ઘેર ઝેરી દવા પી જતા તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતો આયુષ બિનલભાઇ નંદેસરિયા નામનો છ વર્ષીય બાળક બાઇકના પાછળના ભાગે બેસીને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં તે નીચે પડી જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

દારૂ સાથે પકડાયો

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનસાપ સામે ભીમસર વિસ્તારમાં રહેતો ચિરાગ જેસીંગ ચૌહાણ જાતે ભીલ નામનો ૨૧ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે તાલુકા પોલીસ દ્વારા તેને નીચી માંડલ ગામ પાસે અટકાવવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી ૧૨ લિટર દેશી દારૂ મળી આવતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.






Latest News