મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?


SHARE







મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હજુ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગેલ નથી જો કે, યુવાન તેના ઘરેથી જે ગાડી લઈને ગયો હતો તેને તે ગાડી રાજકોટમાં વેચી નાખી છે અને હાલમાં તે યુવાનનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ છે જેથી યુવાને શોધવા જુદીજુદી દિશામાં તપાસ ચાલુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયા (૪૮) એ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી ગત તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તા ૧૭ ના સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી મળી આવ્યા ન હતા. જેથી ગીતાબેને તેઓના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરી રહેલા એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયાનો હજુ કોઈ જગ્યાએથી પોતતો લાગેલ નથી અને તે ઘરેથી નીકળ્યો હતો ત્યારે જે ગાડી લઈને ગયો હતો તે રાજકોટમાં કાર મેળામાં વેચી નાખી છે અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે જો કે, તેના પરિવારજનોના કહેવા મુજબ આવું કરવા પાછળ કોઈ કારણ હાલમાં દેખાતું નથી જેથી પોલીસે યુવાનને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે






Latest News