મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી


SHARE







મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી

મોરબી જીલ્લાના પુર્વ સલાહકાર અન્ન નાગરીક પુરવઠા પી.પી.જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને માહીતી અધિનીયમ -૨૦૦૫ હેઠળ મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી રેવન્યુ વિભાગમાં એક જ જગ્યાએ રાખવામા આવેલા અધિકારી અને કર્મચારીની માહિતી માંગવામાં આવી છે

હાલમાં જે માહિતી માંગવામાં આવી છે તેમાં કલેક્ટર હસ્તકની કચેરીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીની માહીતી માંગવામાં આવી છે જેમાં કલેકટર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીઓનો  સમાવેશ થાય છે અને છેલ્લા એક વર્ષમાં કોઇ અધિકારી કર્મચારીની બદલી થઇ હોય તો તેની પણ માહિતી માંગવામાં આવી છે સાથોસાથ બદલી થયેલા કર્મચારી કે અધિકારીને ફરીથી ટુંકાગાળામાં પરત તેની જૂની જગ્યાએ મૂકવામાં આવેલ હોય તો તેની પણ માહિતી માંગી છે અને સરકારના કર્મચારી તેમજ અધિકારીની બદલીનો નિયમ ત્રણ વર્ષનો છે જે નિયમોનુસાર વર્ષ ૨૦૧૮ થી લઇને ૨૦૨૨ સુધીમાં કેટલા કર્મચારીની બદલી કરેલ છે તેની પણ વિગતો માંગવામાં આવેલ છે






Latest News