મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકા સાથે વાત ન થતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત


SHARE











મોરબીમાં પ્રેમિકા સાથે વાત ન થતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ સેલ્ટોસ સેનેટરીવેર નામના કારખાનામાં મજૂર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી શુભમ હેમરાજ નિશાદ નામના ૨૪ વર્ષીય યુવાને ગઈકાલે મોડી રાત્રીના ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નેશાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક શુભમ નીશાદને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તે યુવતી સાથે છેલ્લા થોડાક સમયથી વાતચીત થતી ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેનું મોત નીપજેલ છે.મૃતક શુભમ પોતાના ભાઈ અને કાકા સહિતના પરિવારજનો સાથે અહીં કારખાનામાં લેબર કવાટરમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો અને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ યુવતી સાથે વાતચીત ન થતા તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજયુ હતું.

ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મિલમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાનને હાલમાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મીલમાં રહીને મજૂરી કામ કરતા સચિન હરિસિંગ યાદવ નામના ૧૯ વર્ષીય મજુર યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.હાલ તે બેભાન હોવાના કારણે કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? તે હાલ જાણવા મળેલ નથી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

જીવલેણ હુમલો કરવાના ગુનામાં ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થોડા સમય પહેલા બે જૂથ વચ્ચે સામસામી મારામારી થઈ હતી અને તેમાં કલમ ૩૦૭ (ખુનની કોશિશ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જે ગુનામાં હાલમાં એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા સાહિલ ઉર્ફે સવો રહેમાન ચાનિયા જાતે સંધિ (ઉમર ૧૮) રહે.બાવા અહેમદશાપીરની દરગાહ પાસે સાયન્ટિફિક રોડ કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News