વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન માટે કાલે મિટીંગ આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન માટે કાલે મિટીંગ આયોજન

આગામી તા. ૧૭-૭ ને રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદના આયોજન અંગે આવતી કાલે સાંજે યોજાનાર મિટીંગમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચના હોદેદારો સહીતના ગામેગામથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આગામી તા.૧૭-૭ ને રવિવારના રોજ મોરબીના કેશવ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન તથા મહાપ્રસાદનુ અભુતપૂર્વ આયોજન કરવામા આવેલ છે.તેના અનુસંધાનમા આવતી કાલ તા.૧૨ ને મંગળવારના રોજ સાંજે ૭ કલાકે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન-વસંત પ્લોટ ખાતે અગત્યની મીટીંગ તેમજ ભોજન પ્રસાદનુ આયોજન કરવામા આવેલ છે.આ મીટીંગમા મોરબી લોહાણા મહાજન તથા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ, રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ સોનલબેન વસાણી, વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી તેમજ શ્રી રામધામના પ્રણેતા જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજનના અગ્રણીઓ, ટંકારા લોહાણા મહાજન તથા યુવક મંડળ ના અગ્રણીઓ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી હસુભાઈ ભગદે તથા રાજકોટ રઘુવંશી પરિવાર ના અગ્રણીઓ, હળવદ લોહાણા સમાજ અગ્રણી બકાભાઈ ઠક્કર તથા હળવદ લોહાણા મહાજન ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા તથા રાજકીય-સામાજીક ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન ના આયોજન ના ભાગરૂપે યોજાનાર મીટીંગ મા સમસ્ત રઘુવંશી સમાજ ના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.મીટીંગ તેમજ ભોજન પ્રસાદનુ આયોજન હોય, દરેક મહાનુભવોએ તા.૧૨ ને મંગળવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ




Latest News