મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થી યુવાનને માર મારનારા બે વ્યાજખોરોની ધરપકડ


SHARE











મોરબીમાં સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થી યુવાનને માર મારનારા બે વ્યાજખોરોની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો અને સિરામિક રોમટિરિયલ્સનો ધંધો કરતો યુવાન મોરબી વાવડી રોડ પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને વાવડી ગામ અને ત્યાંથી બગથળા બાજુ તબેલામાં લઈ જઈને વ્યાજની ઉઘરાણી કરીને લોખંડ તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેની યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી

મુળ જેતપર (મચ્છુ)ના રહેવાસી અને હાલમાં મોરબી રવાપર રોડ નિર્મળ સ્કુલની પાછળ સંગમ-ડી. એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨ માં રહેતા અને સિરામિક રો.મટીરીયલનો ધંધો કરતાં મોહીતભાઇ રામજીભાઇ જાકાસણીયા જાતે પટેલ (૩૩)એ ભાવેશભાઇ હરીભાઇ બારોટ રહે. વાવડી રોડ મોરબી અને બાબાભાઇ જીવણભાઇ જીલરીયા રહે. શકત શનાળા મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને થોડા દિવસો પહેલા ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને ફરિયાદી યુવાને ધંધા માટે બંને આરોપીઓ પાસેથી કુલ મળીને બે લાખ રૂપિયા લીધા હતા અને તેનું આરોપીઓ દ્વારા ૧૫ ટકા લેખે તેની પાસેથી વ્યાજ લેવામાં આવતું હતું અને આરોપીઓ વ્યાજની ઉઘરાણી માટે ફોન કરતા હતા જે ફોન ફરિયાદીએ નહી ઉપાડતા આરોપીઓએ તેનું અપહરણ કરીને માર માર્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી ભાવેશભાઇ હરીભાઇ દેવાયત જાતે બારોટ (૨૮) રહે, સમજુબાં સ્કૂલ પાછળ વાવડી અને બાબાભાઇ જીવણભાઇ જીલરીયા (૩૨) રહે. ગોકુલનગર શક્ત શનાળા વાળાની ધરપકડ કરેલ  છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના કોયલી (કૃષ્ણનગર) ગામે રહેતા અમૃતબેન ખોડાભાઈ જીલરીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા બસમાં ચડવા જતા હતા.તે દરમિયાન પડી જતાં તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા તાલુકાના મેઘપર ગામે રહેતા પ્રકાશ જેસીંગ રાઠવા નામના એકવીસ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો હિતેશ અંબારામભાઈ ભોરણીયા નામનો ૩૩ વર્ષીય યુવાન જ્યારે બાઈક લઈને નાની વાવડી ગામ પાસેના દશામાઁના મંદિર નજીકથી જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શંકર આશ્રમ નજીક રહેતા હરેસિંગ પનીયાભાઈ આદિવાસી નામના ૬૦ વર્ષીય વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલી અમુલ ડેરી નજીક થયેલ મારામારીના બનાવમાં વિશીપરામાં રહેતા હુસેન કાસમભાઈ પીંજારા નામના ૪૬ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.તેમજ હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ રોક સીરામીક નજીક ઝેરી જનાવર કરડી જવાથી મંજુબેન કરણભાઈ કુંડવે નામની મહિલાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે લાવવામાં આવી હતી.






Latest News