મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ડ્રાઇવર લાશ મળવાના બનાવમાં હત્યાનો ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ડ્રાઇવર લાશ મળવાના બનાવમાં હત્યાનો ગુનો નોંધાયો

માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને તેના મોઢા અને માથામાંથી લોહી નિકળ્યું હોવાથી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે માળીયા સરકારી હોસ્પિટલે ખસેડયો છે અને મૃતક વ્યક્તિના ભાઈએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શકદારની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે જીજે ૧૨ એયું ૫૩૮૨ ટ્રક બંધ પડ્યો હતો અને બંધ ટ્રકમાં એક વ્યક્તિ લાંબા સમયથી સુતો હોય તેવું દેખાતું હતું જેથી કરીને આસપાસના લોકોએ ૧૦૮ ને બોલાવી હતી ત્યારે ૧૦૮ ની ટીમને રસુલભાઈ પાયલોટ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો અને ટ્રકમાં સૂતેલા ડ્રાઈવરને મોઢા અને માથામાંથી લોહી નિકળ્યું હતું જેથી કરીને માળીયા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે માળીયાની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતો હાલમાં આ બનાવમાં મૃતક લહેરાજી ચમનજી બલોધણા જાતે ઠાકોર (૩૫) રહે. ભાભર વાળાના ભાઈ હિરાજી ચમનજી બલોધણા જાતે ઠાકોર (૫૩) રહે. અસાણા તાલુકો ભાભર વાળાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શકદાર દિનેશભાઇ વરસંગભાઇ રજપુત રહે. બેણપ તાલુકો સુઇગામ જીલ્લો બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ ગુનાની તપાસ માળીયાના પીએસઆઈ બી.ડી. જાડેજાએ અને તેની ટીમ કરી રહી છે






Latest News