મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ


SHARE







મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયાથી નવાગામ અને ત્યાંથી માળિયા જતો રસ્તે ખુબ જ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક  રીપેરીંગ કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડથી ગોર ખીજડીયા દેરાળા નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટેનો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે. 

સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાછ  વારે જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના સમાચારો આપવામાં આવે છે ત્યારે દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા, બગસરા, જાજાસર માળિયા રોડને મંજૂર કરતાં હોય તો આ રોડ ઓછા ખર્ચમાં પણ થઈ શકે તેમ છે અને ઘણા લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે તો તેને શા માટે મંજુર કરવામાં આવતો નથી જો આ રોડનું કામ નહીં કરવામાં આવે તો લોકોને અંદોલન કરવું પડશે 






Latest News