મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના શનાળા ગામ પાસે અજંતા ક્લોક નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાંથી નીચે પડી ગયેલા મુર્ગન અન્ના (ઉમર ૪૬) રહે.એંધીપુર ઇરોડ તમિલનાડુ નામના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે રહેતા નૂરમામદભાઈ હાજીભાઈ શેરસિયા નામના ૬૮ વર્ષીય આધેડ ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન અન્ય બાઇક ચાલક સાથે તેમનો વાહન અકસ્માત સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત નુરમમદભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

જામનગરના જોડિયા ખાતે રહેતા નેહાબેન કલ્યાણજીભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય મહિલાને જામનગરના હાપા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી કમલેશ હરિલાલ સોલંકી નામના ૪૭ વર્ષીય યુવાનને હળવદમાં લુહાર વાળી સામે ગાયે હડફેટે લેતા ઇજાઓ થવાથી કમલેશભાઈને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ઝેરી જનાવર કરી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હોવાથી સંગીતાબેન રાકેશભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૨૩ વર્ષની મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા દેવકરણભાઈ કેશવજીભાઈ પારજીયા નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News