મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલે એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં મચ્છુ નદીના પુલે એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી એક્ટિવા લઈને વૃદ્ધ પસાર થતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેને એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી કરીને ગંભીર ઇજા થવાના કારણે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ હાલમાં મૃતકના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મધુવન પાર્ક શેરી નં-૩ માં રહેતા હરેશભાઈ નરોત્તમભાઈ જાદવ જાતે લુહાર (૪૯) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩ બીડબલ્યુ ૬૫૪૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૯ ના રોજ સવારે નવ વાગ્યે તેના પિતા નરોત્તમભાઈ કાનજીભાઇ જાદવ (૭૩) એકટીવા નંબર જીજે ૩ સીએન ૮૮૪૪ લઈને વાંકાનેર નજીક આવેલ મચ્છુ નદી ઉપરના પુલેથી પસાર થતા હતા ત્યારે તેના પિતાના એકટીવાને આરોપી ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો હાલમાં મૃતક વૃદ્ધના દીકરા હરેશભાઈ જાદવે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને જે તે સમયે નાસી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા ધર્મેશ મહેશભાઈ બારડ નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા અનિલ પ્રેમજીભાઇ વાઘેલા નામના ૨૮ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બંને બનાવોની નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં બે ને ઇજા

મોરબીના સામાકાંઠે બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા દિનેશ મોહનભાઇ ઉભડિયા (૪૬) અને શાંતિલાલ દેવજીભાઈ અંબાલીયા (૪૦) નામના બે યુવાનોને નજરબાગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામે રહેતા પ્રેમજીભાઈ અરજણભાઈ પરમાર નામનો ૪૦ વર્ષીય યુવાન ગામ નજીકથી જતો હતો તે સમયે બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી પ્રેમજીભાઇને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.






Latest News