મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ


SHARE







માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ
 

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાનું બોડકી ગામ આજની તારીખે પણ પાયાની સારી સુવિધાઓ ઝાંખી રહ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં સીએમને આ મુદે લેખિત રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કેબોડકી માળીયા તાલુકાનું દરિયાના કિનારે આવેલું ગામાં છે અને દરિયાનું ખરું પાણી આ ગામના વોકળામાં ગામ સુધી પહોચે છે અને ગામમાં દરરોજ પાણી આવતું નથી પંદર દિવસે એક વાર પાણી આવે છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, વર્ષામેડી ફટકાથી બોડકી જવાનો રોડ ખુબ જ બિસ્માર છે, દહીસરથી ખીરસરા અને ત્યાંથી બોડકી જતો રોડ પણ ખરાબ છે અને નવા પ્લોટમાં જ્યાં ફક્ત કોળી સમાજના લોકો જ રહે છે. ત્યાં તો પાણીની કોઈ સુવિધાજ નથી   

 આ ગામે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક મીઠા પાણીનો સંગ્રહ કરવા માટેનો બંધારો બાંધવામાં આવેલો છે. જે હાલ માં તૂટેલી હાલત માં છે. સરકાર દ્વારા ૪૩ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યો છે.  અને આ બંધારો તૂટી ગયા પછી સરકાર રીપેરીંગ પણ કરતી નથી. આમ બોડકી ગામે સિંચાઈની કોઈ સુવિધા નથી જેથી ગામના ખેડૂતો હિજરત કરી રહ્યા છે. હાલમાં ગામમાં ૫૦% થી પણ ઓછા ખેડૂતો રહે છે જેથી કરીને બોડકી  ગામને  પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધા નહિ આપવામાં આવે તો ના છુટકે ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે 




Latest News