મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ


SHARE







વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ

વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મૃતક પરિણીતાના પતિ અને સાસુની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાગંધ્રામાં કામદાર સંધ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણી જાતે મીયાણા મુસ્લીમ (૬૦)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હમીદભાઇ હબીબભાઇ મોવર અને હસીનાબેન હબીબભાઇ મોવર રહે. બંને વાંકાનેર વીશીપરા મચ્છુ નદી કાઠે ડબલચાલી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી રોશનબેન (ઉંમર ૨૨)ના ચાર મહિના પહેલા જ હમિદભાઈની સાથે લગ્ન થયા હતા અને તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને તેને આપઘાત કરી લીધો હતો છેલ્લા ચાર માસના દાંમ્પત્ય જીવનમાં આરોપીઓએ ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનશીક અને શારીરીક દુ:ખત્રાસ આપ્યો હતો અને તેના સાસુએ તેણીના પતીને ચડામણી કરીને માર ખવડાવીને ત્રાસ આપ્યો હતો જેથી કરીને કંટાળી જઈને તેની દીકરીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી ચુંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો હાલમાં આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે






Latest News