હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા વિવેક પટેલ સામે FIR કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજની માંગ


SHARE











ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા વિવેક પટેલ સામે FIR કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજની માંગ

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ વિષે નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલ તરફથી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ભારત દેશમાં અશાંતિનો તેમજ કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી તંગદિલી પેદા કરેલ છે એવા માહૌલમાં વિવેક પટેલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી ફરીથી અશાંતિનો માહોલ પેદા કરવા પલીતો ચાંપેલ છે તો આ શખ્સ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધી ગુન્હો દાખલ કરવા મોરબી મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામહુશેન પીલુડીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, હાલ આપણા દેશમાં નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલ નામના વ્યક્તિઓએ માહોલ ખરાબ કરેલ છે અને અનેક રાજ્યોમાં અશાંતિનો માહોલ ઊભો થયો છે ત્યારે વિવેક પટેલ નામના વ્યક્તિએ અતિ ખરાબ શબ્દોનો ઉપયોગ મહાન પયગંબરની શાનમાં કરેલ છે જેથી મુસ્લિમ સમાજના લોકોની લાગણીઓને ખુબ ઠેસ પહોચાડેલ છે અને ગુજરાત રાજ્યની અંદર જ્યાં અત્યારે શાંતિ છે ત્યારે આ વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં અશાંતિનો માહૌલ કરવા માટે ચેષ્ટા કરેલ છે જેથી કરીને તેની સામે તાત્કાલિક એફ.આઈ.આર. નોંધી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News