મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે માજી મંત્રીની હાજરીમાં લોકોની રજૂઆત સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે માજી મંત્રીની હાજરીમાં લોકોની રજૂઆત સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પ્રભુલાલ પનારા વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે આવ્યા હતા ત્યારે તેમનું ઢોલ નગારા સાથે ગામજનોએ અને વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુદા જુદા ગામોના સરપંચઓએ તેમના ગામોના પ્રશ્નોની સબળ રજૂઆત કરી હતી જે પ્રશ્નોના ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવાની ચીમનભાઈએ ભારતીય જનતા પક્ષ વતી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો અમુભાઈ ઠાકરાણી, ગાંડુભાઇ ધરજીયા, કાળુભાઈ કાંકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, કિશોરસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમરશીભાઈ મઢવી અને શૈલેષભાઈ ઠક્કર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિજ્ઞાસાબેન મેરે ચીમનભાઈ સાપરિયા અને પ્રભુલાલ પનારાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News