મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા


SHARE







મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

મોરબીમાં શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી જીલ્લા વાલ્મીકિ સમુહ લગ્ન સેવા સમિતિ દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વાલ્મીકિ  સમાજની ૧૪ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું આ સમૂહલગ્નમાં જોડાયેલ ૧૪ દિકરીઓને ડૉ. સતિષભાઈ પટેલ લિખીત બાળ ઉછેર મુઠ્ઠીમા ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડૉ. જયંતીભાઈ એસ.ભાડેસિઆ તરફથી આપવામાં આવી હતી આ સમુહલગ્નમાં મંડપના દાતા જયંતિભાઈ રાજકોટીયા, લાઈટના દાતા પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા તેમજ ભોજનના  મુખ્યદાતા નવયુગ સ્કૂલના પ્રમુખ પી.ડી. કાજીયા હતા અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરિશભાઈ બોપલીયા, મુકેશભાઈ કુંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને સમગ્ર વાલ્મીકિ સમાજનું  ગૌરવ જુનાગઢ મહાનગર પાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ બોટાદ ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજા, વિપુલભાઈ અઘારા, મહેશભાઈ બોપલીયા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી  નિકુંજભાઈ કોટક, ડૉ. જયદિપભાઇ કંજારીયા, રમેશભાઈ પંડ્યા, કબીર આશ્રમના મહંત સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેલ હતા અને જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જયદિપભાઇ વાસદડિયા તરફથી પણ આયોજકોને મદદ મળી હતી તેવું બકુલભાઈ પઠાણ અને સુભાષભાઈ પુરબીયાએ જણાવ્યુ છે






Latest News