મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !


SHARE







એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !

સામાન્ય રીતે કોઈ એક શહેરથી બીજા શહેર જવા માટેનું અંતર એક જ સમાન હોય છે પરંતુ એસ.ટી. વિભાગ દ્વારા એક જ સેન્ટર ઉપરથી બીજા સેન્ટર જવા માટે અલગ-અલગ એસટી ડેપોની બસોને દોડાવવામાં આવે છે તેમાં અલગ-અલગ કિલોમીટર દર્શાવવામાં આવે છે અને ભાડું પણ અલગ-અલગ વસૂલવામાં આવે છે જેથી કરીને મુસાફરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે અને આવી જ ઘટના મોરબીની અંદર આવી છે જેમાં મોરબીથી જામનગર સુધી જવા માટેનું અંતર એસટીની જુદી જુદી બે બસોમાં અલગ અલગ બતાવવામમાં આવે છે અને ભાડું પણ તે મુજબ અલગ-અલગ વસૂલવામાં આવે છે

મોરબીથી જામનગર જવા માટે મોરબીથી એસટી બસો દોડાવવામાં આવે છે તે ઉપરાંત વડનગર અને ભુજ ડેપોની બસ પણ મોરબી થઈને જામનગર તરફ જતી હોય છે ત્યારે આ બસની અંદર એક જ સેન્ટર એટલે કે જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધીનું અંતર અલગ અલગ એસટી ડેપોની બસમા અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં મુસાફરો પણ મૂંઝવણમાં મૂકાયેલા છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધી વડનગર ડેપોથી આવતી બસ જાય છે તેમાં ૧૧૮ કિલોમીટર અંતર દેખાડવામાં આવે છે અને તેનું ભાડું ૯૮ રૂપિયા લેવામાં આવે છે જો કે, ભુજથી જામનગર તરફ જતી બસની અંદર મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર જતી બાદમાં અંતર ૧૦૬ કીલોમીટર બતાવે છે અને ભાડું ૯૬ રૂપિયા લેવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબીના જૂના બસસ્ટેન્ડથી ઉપડતી બસની અંદર જામનગર સુધી પહોંચવાના અંતરમાં આટલો બધો તફાવત કેમ આવી રહ્યો છે અને આ તફાવતને કારણે મુસાફરોની ટિકિટમાં પણ વધારે રૂપિયા આપવા પડે છે ત્યારે ક્યાંકને ક્યાંક એસટી વિભાગની બેદરકારીને કારણે મુસાફરોને વધુ ટિકિટ આપવી પડતી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે જેથી કરીને એસ.ટી વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માગણી મુસાફરોએ વ્યક્ત કરી છે 






Latest News