મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં સર્કીટ હાઉસ સામે અકસ્માત સર્જીને એકનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ


SHARE







હળવદમાં સર્કીટ હાઉસ સામે અકસ્માત સર્જીને એકનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ

હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ હળવદ સર્કીટ હાઉસ સામે ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરમાં પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત સર્જાયો હતો અને ત્યારે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલા વ્યક્તિ ઉપર ટ્રક ટ્રેલરના વ્યહિલ ફરી જતાં તેનું મોત નીપજયું હતું અને બે વ્યક્તિને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ટ્રેકટર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરબ ચાલકની ધરપકડ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા લખમણભાઇ જીવણભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ.૬૫)એ ટ્રક ટ્રેલર નંબર એમએચ ૪૬ બીએફ ૬૬૯૫ ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૬/૫ ના રોજ રાતના સાડા દસેક વાગ્યાના અરશામાં હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ હળવદ સર્કીટ હાઉસ સામેથી તે ટ્રેકટર નં જીજે-૩૬-બી-૦૩૧૨ લઈને જતાં હતા ત્યારે ટ્રક  ટ્રેલર નં. એમએચ ૪૬ બીએફ ૬૬૯૫ ના ચાલકે તેનું વાહન આગળ જતા ફરીયાદીના ટ્રેકટર સાથે અથડાવ્યું હતું અને ટ્રેક્ટરમાં બેઠેલા છેલાભાઇના કમરના ભાગે ટ્રક  ટ્રેલરના ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી ટેન ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને પ્રવિણભાઇ તથા ગટુરભાઇને સામાન્ય ઇજાઓ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા આ બનાવમાં પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯૩૩૭૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપી શકીલ મજીદ ખાન (૩૮) રહે, હરિયાણા વાળાને ઝડપી લીધેલ છે






Latest News