મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો


SHARE







હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં યુવાનના કાકાએ કરેલી ફરિયાદ બાબતે તેમજ દસ લાખ રૂપિયા આપીને સમાધાન કરવા બે શ્ખ્સોએ કહ્યું હતું ત્યારે યુવાને સમાધાન કરવાની ના પાડતાં બંને શખ્સોએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા બીજા વ્યક્તિને પણ ગાળો આપીને મારવામાં આવ્યો હતો અને બંનેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની સોનીવાડમાં રહેતા નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ જાતે જૈન વાણીયા (૨૬) એ હાલમાં જનક પ્રભુભાઈ રબારી અને જયદીપ રબારી રહે. બંને બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે લક્ષ્મી નારાયણ ચોકમાં મંદિર પાસે હતો ત્યારે બંને શખ્સોએ તેના કાકા હિતેશભાઈ હિંમતલાલે તે બંનેની સામે કરેલી ફરિયાદ બાબતે તથા રૂપિયા ૧૦ લાખ આપીને સમાધાન કરવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને સમાધાન કરવાની ના પાડતાં આરોપી જનક રબારીએ ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જયદીપએ ફરિયાદી નિકુંજભાઈ તેમજ તેની સાથે રહેલા ભાર્ગવભાઈને ગાળો બોલીને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા નિકુંજભાઈએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જનક રબારી અને જયદીપ રબારીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News