મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા


SHARE







મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા

કાગવડ ખોડલધામ ખાતે  સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી ૮૦ જેટલા દલિત સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા, મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણ, રવજીભાઈ સોલંકી, જગદીશભાઈ મુછડીયા, વિનુભાઈ પરમાર, ભૂપત મામાં, વિનોદ ચૌહાણ, કિશોર ઉભડિયા, પ્રેમજી બાપા સહિતના આગેવાનો  નરેશભાઇ પટેલને રૂબરૂ મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી દલિત સમાજની આવી અપીલથી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




Latest News