હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયાના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો


SHARE







માળીયાના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ભારતની આઝાદીને ઉજાગર કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં ગામના અગ્રણી સરપંચ સુરેશભાઈ ડાંગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય તબીબ ડૉ. નિરાલીબેન, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી પધારેલ મદદનીશ શિક્ષણ નિરીક્ષક શૈલેષભાઈ મેરજા, આંગણવાડી સંચાલક, આશા વર્કર તથા પ્રાથમિક શાળાના સ્ટાફે હાજરી આપી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ-ભુજથી આવેલ કમલેશભાઈ મહેશ્વરીએ કાર્યક્રમનો હેતુ અને જરૂરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અને કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક વર્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.






Latest News