મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૬૬ ખેડૂતોને સ્માર્ટ ફોન યોજનાનો લાભ અપાયો


SHARE







મોરબી જિલ્લાના ૧૬૬ ખેડૂતોને સ્માર્ટ ફોન યોજનાનો લાભ અપાયો

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરીશ્રી જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ વેળાએ બુધવારે સવારે મોરબી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતભરના ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે, વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે. રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા ર૭ લાખ ૩૦ હજારે પહોચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે.

મોરબી તાલુકાના જીવાપરના વતની જયસુખભાઇ નારાયણભાઇ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે મોબાઈલ ખરીદીની સહાય ચુકવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનિય છે કે, મોરબી જિલ્લામાંથી હાલે ૧૬૬ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ તકે જિલ્લા અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, વિસ્તરણ અધિકારીઓ જુવાનસિંહ રાઠવા, અતુલભાઇ ચાવડા, મિલનભાઇ ઉકાવાળા, અશોકભાઇ હડિયલ, હસમુખભાઇ ઝીંઝુવાડીયા, અનીલભાઇ કોરડીયા સહિતના ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News