મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE







મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મકાનની અગાસી પરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હેમરેજ થઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા (ઉંમર ૩૪) નામના યુવાને મોરબી બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા રાજેશસિંહ રવિન્દ્રસિંહ રાણા (ઉંમર ૪૨) લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેણાંક મકાનની અગાસી પરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં હેમરેજ થઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી ને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

હાર્ટ એટેકથી મોત 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મૂળ વાઘપર ગામના રહેવાસી અરવિંદભાઈ લક્ષમણભાઈ બાવરવા (૪૦) ને પોતાના ઘરે હાર્ટએટેક આવી જતાં તેના મૃતદેહને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News