વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારામાં આજે સ્વામી દયાનંદ સરસ્વતીની ૧૯૯ મી જન્મ જયંતિ ઉજવાશે


SHARE











ટંકારામાં આજે સ્વામી દયાનંદ સરસ્વતીની ૧૯૯ મી જન્મ જયંતિ ઉજવાશે

મુળશંકર ઉર્ફે દયારામ અને બાદમા મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે વિશ્વ જેને ઓળખતું થયું તેવા આર્ય સમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ટંકારા જન્મ્યા હતા તેવું ઈ.સ ૧૯૨૪ માં જાહેર થયું હતું અને જન્મ સ્થાનને લઈ અનેક વિવાદો પણ હતા, પહેલા બાલ્યાવસ્થા અને લીલાક્ષેત્ર મથુરાને માની આર્યસમાજી જન્મ શતાબ્દી પણ મથુરામાં મનાવવાના હતા જો કે, આજે ટંકારામાં ધાર્મિક વિધિ સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૧૯૯ મી જન્મ જયંતી ઉજવવામાં આવશે

આર્યસમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક વૈદ પ્રચાર કરી આર્ય બનોનુ સુત્ર આપનાર અને આઝાદીના પ્રથમ ઉદ્બોધક મહાન સન્યાસી બ્રહ્મચારી ઋષિ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી દેશ દેશાંતરમાં કોઈ ઓળખના મોહતાજ નથી ધર્મના નામે ચાલતી કુપ્રથા સામે બંડ પોકારી ઓરૂમ ધર્મ ધ્વજા પતાકા લહેરાવનાર દક્ષિણ ગુજરાત પ્રાંતના દેશ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) મજોકાઠાં(મરછુ કાંઠે) મોરબી રાજયના કસબામાં ઐદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં  વિ.સ.૧૮૮૧  મહાવદ દશમે શનિવારે (ઈ. સ. ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪) ના રોજ થયાનું ખુદ સ્વયં કથિત જીવન ચરિત્રમા સ્વામીજીએ આર્ય ભાષામાં ટાકયુ છે અને એ પણ મુંબઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર થિયોસીફિસ્ટ માટે કર્નલ અલ્કાટ અને મેડમ બ્લેવટસ્કીના આગ્રહવશ અનુરોધથી પરંતુ કુળ અને જન્મસ્થાન બતાવવાનું એમ કહીને ટાળ્યું કે મારુ કર્તવ્ય મને આ કહેવાની આજ્ઞા નથી આપતું. 

ઋષિની પાવન જન્મ ભુમીની જ્યા બાળ મુળશંકર ઉર્ફે દયારામની પાપા પગલીથી, ચોપાટ માફક પથરાયેલું, ડેમી નદીના કાંઠે અનેક ઈતિહાસ સંતાડી બેઠેલું ટિલા વાળા ટંકારાની અહીંની  રજોમા મુળશંકરના પગલાની રજ પથરાયેલી છે એ સમયે જોશીલું અને જાજરમાન ટંકારા ઐશ્વર્ય અને આર્થિક રીતે સમૃદ્ધ ટંકારા પરંતુ વિદેશમાં પણ વૈદનો ડંકો વગાડનાર દયાનંદ સરસ્વતીથી અજાણ મોરબી તળપદના ટંકારા માટે ગૌરવની વાત છે. મુળ કચ્છના અને મુબઈ નિવાસ કરનાર આર્યના રંગમા રંગાઈ ગયેલા ઋષિ ભક્ત વિજયશંકર મુળશંકર જાનીને મથુરામાં જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાશે એવી વાત મળી એટલે તેઓ અન્ય આર્યસમાજી સાથે અંતરમાં ઉદભવેલ સવાલે મથુરા પહોંચ્યા અને ત્યાં આયોજકોને મળી સ્વામીજીનું જન્મ સ્થળ તો મોરબી નજીક છે તો પછી જન્મ શતાબ્દી અહિ કેમ?

પછી શુ મંડળના સભ્યો પણ દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત હતા એટલે એમ કાઈ હાર માને એમ ન હતા ત્યાંથી પહોચ્યા ગુરૂકુલ કાંગડી જ્યા સ્વામી શ્રદ્ધાનંદ સ્વામીને મળી બધી વાતો જણાવી અને દયાનંદના શિષ્ય શ્રદ્ધાનંદ સ્વામીએ એ સમયના અગ્રણીને ગુજરાત જઈ તપાસ કરવા જણાવી સાર્વદેશિક સભા દ્વારા એક કમિટી નિમવામાં આવી પછી શુ કાંગડી ગુરૂકુલના આચાર્ય રામદેવજી, કોલકાતાના દેવેન્દ્રનાથ મુકોપાધ્યાયે બિડુ ઝડપ્યું અને આવી પહોચ્યા ટંકારા અહિ ઋષિવર અને તેના જન્મ પરીવાર સહિતની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જાણકારી મળી નહી અને જ્યારે બાબુ દેવેન્દ્રનાથ ટંકારા આવ્યા ત્યારે નગરજનોમાથી થોડી ઘણી વાતો થઈ બાળ મુળશંકરના મુસ્લિમ મિત્ર ઈબ્રાહીમ જે એ સમયે ૧૦૩ વર્ષની આયુ ધરાવતા હતા. અને સ્વામીજીના બહેન પ્રેમબાઈના પ્રપૌત્ર પોપટલાલ રાવલ જે ત્યારે વાકાનેર રહેતા હતા તેને મળ્યા હતા પછી તો મોરબી રાજવીના રેકોર્ડ તપાસી જન્મ અંગે પુરાવા મળ્યા અને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો

આ રીપોર્ટ આધારે જાહેર કરવામાં આવ્યુ કે સ્વામીજીનું જન્મ સ્થળ તો ટંકારા જ છે તુર્ત જ મુબઈ પ્રાંન્તીય આર્ય સભાને સુચિત કર્યા અને જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય  ઉજવણી કરવા માટે સ્વામી શ્રદ્ધાનંદજી, સ્વામી સર્વદાનંદજી, મહાત્મા નારાયણ સ્વામીજી, મહાત્મા હંસરાજજી, ભાઈ પરમાનંદજી, લાલા લાજપતરાયજી, બાલકૃષ્ણજી, અયોધ્યા પ્રસાદજી, બંસીધર વિધાંલકાર, સ્વામી સ્વતંત્રતાનંદજી, સ્વામી પ્રણવાનંદજી, સ્વામી ઓમકાર સચ્ચિદાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી વિચારાનંદજી, સહિતના સંન્યાસી વિદ્ધાનો ઉપદેશો, ઠાકોર સાહેબ નત્યાસિંહ, શાહપુર નરેશ, ગાયકવાડ નરેશ, કોલ્હાપુર નરેશ, વિરપુર નરેશ, રાજકોટ રાજવી, મોરબી રાજા, જામસાહેબ જામનગર, પોરબંદર મહારાજા સ્ટેટ, મુબઈ શિક્ષા સચિવ મિસ્ટર યાદવ અને ગાય્નાચાર્ય માસ્ટર વસંત પ્રભુતી સહિતના ગણમાન્યોને ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દી મહોત્સવ માટે આવ્યા હતા અને જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવ્યા પછીથી દર વર્ષે જન્મ જયંતિની ઊજવણી કરવામાં આવે છે






Latest News