મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના મયૂરનગર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયૂરનગર ગામે ગત તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જે તે સમયે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે હાલમાં મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર ૫૮) રહે નવા વેગડવાવ વાળાએ તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, તેમની દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તેની દીકરી સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર ઝઘડા કરીને ગાળો આપવામાં આવતી હતી અને મેણાંટોણાં મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેની દીકરીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી હાલમાં પોલીસે મૃતક પરિણીતાના પિતાની ફરિયાદ લઈને તેના જમાઈ અને વેવાઈની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News