ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ઈતિહાસ સર્જયો


SHARE







મોરબીની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ઈતિહાસ સર્જયો

સતત ચાર વર્ષ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવતી મોરબી ની નામાંકીત શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ

હરહંમેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામોમા અગ્રેસર રહેતી મોરબીની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ સંલગ્ન શ્રીમતિ પ્રભાબેન પટેલ લો (LL.B.) કોલેજના વિદ્યાર્થીઓએ સતત ચોથા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.વર્ષ-૨૦૧૮ મા પરમાર દીપાલી બેન, વર્ષ-૨૦૧૯ મા વિડજા કવિતા બેન, વર્ષ-૨૦૨૦ મા સોઢા માધુરીબેન, વર્ષ-૨૦૨૧ મા સીતાપરા દીવ્યાબેને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા પ્રથમ ક્રમાંક મેળવી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ચાર વર્ષ પ્રથમ ક્રમાંક સહીત ટોપટેનમા સ્થાન પ્રાપ્ત કરી મોરબીની સંસ્થાએ સમગ્ર સૌરાષ્ટ્રમા શૈક્ષણિક ક્રાંતિ સર્જી છે.વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, ઓમવીવીઆઈએમ કોલેજના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, લો ફેકલ્ટીના હેડ વિશાલભાઈ જોશી, પુષ્પાબેન ઓડેદરા સહીતના સ્ટાફગણે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.






Latest News