મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ પડેલા ટ્રક સાથે બાઈક અથડાતાં બે વ્યક્તિના મોત


SHARE







મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેની રવિરાજ ચોકડી નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જેથી કરીને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડી નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા ત્યારબાદ બંને વ્યક્તિઓના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક બે વ્યક્તિઓમાંથી એકનું નામ સવારામભાઈ (ઉંમર ૩૫) હોવાનું સામે આવ્યું છે જોકે, મૃતક અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ કરવામાં આવી રહી છે






Latest News