મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના મોટી વાવડી ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના મોટી વાવડી ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મોટી વાવડી (રામેશ્વર) ગામે જયસુખભાઈની વાડીએ રહીને મજૂરીકામ કરતો ટીનાભાઈ શંકરભાઈ આદિવાસી નામનો ૧૮ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર એરંડામાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ સારવાર આપ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતાં હાલ તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જયારે હળવદના નગરપાલિકા કવાટરમાં રહેતા મોંઘીબેન દેવજીભાઈ શ્રીમાળી નામના ૬૦ વર્ષની વૃદ્ધા હળવદમાં દશામાઁના મંદિર પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમ્યાન તેઓ નીચે પડી જતા ઇજાગ્રસ્ત મોંઘીબેન શ્રીમાળીને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા મેઘપર(ઝાલા) ગામનો રહેવાસી રમેશ અજમલભાઇ દેવીપુજક નામનો ૨૫ વર્ષીય યુવાન મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-બેલા ગામ પાસે હતો ત્યાં તેને કોઈની સાથે કોઇ બાબતે મારામારી થયેલ તે બનાવમાં રમેશને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

છરી સાથે પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે રહેતો હુસેન અબ્બાસ સમા જાતે સંધિ નામનો ૨૮ વર્ષીય યુવાન ઘર પાસેના મેઇન રોડ ઉપરથી જતો હતો ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેને અટકાવીને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી ધારદાર છરી મળી આવતાં હથિયારબંધીના ધારા હેઠળ તેની ધરપકડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.






Latest News