મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ માહી એપાર્ટમેન્ટ પાસેથી યુવાન પસાર થતો હતો ત્યારે ત્યાં જ રહેતા શખ્સે સામુ કેમ જોવે છે તેવું પૂછ્યું હતું જેનો યુવાને જવાબ આપ્યો ન હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો જેથી યુવાનને જમણા હાથની હથેળીના ભાગે ઈજા થઈ હતી અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (34) એ હાલમાં મહિપત ઉર્ફે ભુરાભાઈ રવજીભાઈ વાઘેલા રહે. માહી એપાર્ટમેન્ટ ભડીયાદ વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ તેઓને સામુ કેમ જોવે છે તેમ કહેતા ફરિયાદીએ કોઈ જવાબ આપ્યો ન હતો જેથી કરીને આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને જમણા હાથની હથેળીમાં ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે